અમરેલીના રણછોડ નગર ખાતે ખોડલ યુવક મંડળ દ્વારા નવલી નવરાત્રી મહોત્સવમાં સાતમા નોરતે નાની બાળાઓ અને કુ

અમરેલીના રણછોડ નગર ખાતે ખોડલ યુવક મંડળ દ્વારા નવલી નવરાત્રી મહોત્સવમાં સાતમા નોરતે નાની બાળાઓ અને કુ

Hasti masti
Open in Bideo App Install from Google Play

Opening Bideo App... Tap button above if not opened.

અમરેલીના રણછોડ નગર ખાતે ખોડલ યુવક મંડળ દ્વારા નવલી નવરાત્રી મહોત્સવમાં સાતમા નોરતે નાની બાળાઓ અને કુ

*અમરેલીના રણછોડ નગર ખાતે ખોડલ યુવક મંડળ દ્વારા નવલી નવરાત્રી મહોત્સવમાં સાતમા નોરતે નાની બાળાઓ અને કુંવારિકાઓનું ગોયણી કરી પૂજન કરવામાં આવ્યું* *૦૦૦૦૦૦૦૦* *અમરેલી, તા. ૧૮ ઓક્ટોબર, ૨૦૨૬ :* અમરેલી શહેરના રણછોડ નગર શેરી નં. ૩, ખોડલ ચોક ખાતે છેલ્લા ઘણા વર્ષોથી ખોડલ યુવક મંડળ દ્વારા માં જગદંબાની નવલી નવરાત્રીનું અનેરું આયોજન થતું આવ્યું છે. આ વર્ષે પણ માં જગદંબાની નવલી નવરાત્રી પર્વે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માં જગદંબાના દર્શન અને આરાધના માટે ઉમટી રહ્યા છે. નવરાત્રી મહોત્સવ અંતર્ગત આજે માં જગદંબાની નવલી નવરાત્રીના સાતમા નોરતે એક અત્યંત ભાવસભર અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે નાની બાળાઓ તેમજ કુંવારિકાઓને ગોયણી કરી તેમનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોમાં કન્યાને સાક્ષાત દેવી સ્વરૂપ માનવામાં આવે છે, ત્યારે આ પૂજન દ્વારા બાળાઓમાં રહેલી દૈવી શક્તિનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે ઘણી બાળાઓ માતાજીના વેશભૂષામાં સજ્જ થઈને આવી હતી. લાલ ચૂંદડી, ચણીયાચોળી, ચાંદલો, ફૂલોના હાર અને દિવ્ય શણ

Hasti masti